Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook
Transfiguration pending
લખાણ પર જાઓ

જંગલી કૂતરો

વિકિપીડિયામાંથી

નોંધ: આ લેખ ભારતીય જંગલી કૂતરા (ધોલ) વિશે છે.

જંગલી કૂતરો
જંગલી કૂતરો
સ્થાનિક નામજંગલી કૂતરો,ધોલ
અંગ્રેજી નામINDIAN WILD DOG, DHOLE
વૈજ્ઞાનિક નામCuon alpinus
લંબાઇ૯૦ સેમી.
ઉંચાઇ૫૦ સેમી.
વજન૨૦ કિલો
સંવનનકાળનવેમ્બર, ડીસેમ્બર
ગર્ભકાળ૬૫ થી ૭૦ દિવસ, ૪ થી ૬ બચ્ચા
પુખ્તતા૧૨ માસ
દેખાવદેશી કૂતરા જેવો દેખાવ, વરૂ અને શિયાળ વચ્ચેનું કદ, શરીર લાલાશ પડતા ભુખરા રંગનું, પુંછડી જાડી વાળવાળી અને ગોળ કાન હોય છે.
ખોરાકગમેતે પ્રાણી, મોટાભાગે હરણ કુળનાં પ્રાણીઓ અને જંગલી ભુંડ.
વ્યાપવાંસદા અને ડાંગનાં જંગલ વિસ્તારમાં, શૂલપાણેશ્વર અભયારણ્યમાં પહેલાં જોવા મળતા, હવે ત્યાં અસ્તિત્વ નથી. ગુજરાતમાં નવસારી કૃષિ યુનિવર્સિટી અને વનયજીવ વિભાગ અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા કરાયેલ એક શોધમાં ડાંગ માં તેની હાજરી નોંધાઈ છે.
રહેણાંકજંગલ વિસ્તાર,કોતરો, નદીનાં કાંઠે.
ઉપસ્થિતિ ના ચિન્હોતીણી સીટી જેવા સમુહ અવાજો.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૩ ના આધારે અપાયેલ છે.
ધોલનો ફેલાવો

ધોલ (Cuon alpinus), જે એશિયન જંગલી કૂતરો, ભારતીય જંગલી કૂતરો કે રાતો કૂતરો તરીકે પણ ઓળખાય છે.

વર્તણૂક[ફેરફાર કરો]

જંગલી કૂતરાં જ્યારે માણસને જુએ, ત્યારે તીણી સીટી જેવો અવાજ કાઢીને એકબીજાને સાવચેત કરે. શિકારને સંપૂર્ણપણે ખાઇ જતા હોઇ, મોટાં હાડકાંઓ સિવાય કશું જ રાખે નહીં. મોટા પ્રાણીનો પણ શિકાર કરી શકે છે.