Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook
લખાણ પર જાઓ

શીરો

વિકિપીડિયામાંથી
શીરો

શીરો એ લોટને ઘીમાં શેકીને તેને પાણીમાં કે દુધમાં રાંધીને બનાવવામાં આવતી મીઠી ભારતીય વાનગી છે. આ વાનગી ભોજનમાં મિષ્ટાન તરીકે ખવાય છે. આ એક ઝટપટ બનતી મીઠાઈ હોવાથી અને બનાવવામાં સરળ હોવાથી વધુ પ્રચલીત છે. ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ તરીકે શીરાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે.અને એમાં પણ સત્યનારાયણની કથા વખતે શીરો પ્રસાદ માટે ખાસ બનાવવામાં આવે છે.શીરાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઇલાયચી, કાજુ, બદામ, પિસ્તાં કે ચારોળી જેવા સુકામેવાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

ઘણી જાતના શિરા બનાવવામાં આવે છે.

વિવિધ રૂપો

[ફેરફાર કરો]