વિશ્વકોશ ખંડસૂચિ

ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી

આદિવાસી સમાજ

(અ-આ)

ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

 

(આ-ઈ)

ખંડ ૩

ઈલેટિનેસીથી ઔરંગઝેબ

(આલમગીર)

(ઈ-ઔ)

ખંડ ૪

ઔરંગાથી કાંસું

 

(ઔ-કાં)

ખંડ ૫

કિઓન્જારથી ક્રિમોના

 

(કિ-ક્રિ)

 

વિશ્વકોશ ખંડસૂચિ

 

 

ગુજરાતી વિશ્વકોશ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય કરતા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ(અમદાવાદ)ની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ ગુજરાતી વિશ્વકોશ(encyclopedia)ની રચનાના 1985ની 2જી ડિસેમ્બરે એના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શનથી તથા કુમારપાળ દેસાઈ જેવા સાથીમિત્રોથી આરંભાયો.

24 વર્ષના પુરુષાર્થથી ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોના 'અ'થી 'હ' સુધીના 26,000 પૃષ્ઠોમાં માનવવિદ્યાના 8,360, વિજ્ઞાનના 8,083, સમાજવિદ્યાના 7,640 - એમ કુલ 24,083 અધિકરણો (લખાણો) સમાવેશ પામ્યાં છે. જેમાં 11,660 ચિત્રો અને આકૃતિઓ, 7,647 લઘુચરિત્રો, 563 વ્યાપ્તિ-લેખો અને 246 અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આશરે 1,593 જેટલા લેખકો દ્વારા આ લખાણો તૈયાર થયાં છે. 1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો આ સર્વપ્રથમ વિશ્વકોશ છે.

ગુજરાતી ભાષામાં પ્રથમવાર તૈયાર થયેલો સર્વસંગ્રાહક વિશ્વકોશ (General Encyclopedia)

એક હજાર પાનાંનો એક એવા પચીસ ગ્રંથોની શ્રેણી.

ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, વાણિજ્ય, ટૅક્નૉલૉજી, ઉદ્યોગ, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિગતસમૃદ્ધ રસપૂર્ણ અધિકૃત પરિચય.

નિષ્ણાતો દ્વારા લખાયેલા સ્વતંત્ર લેખો રૂપે વિશ્વ વિશે, ભારત વિશે અને ગુજરાતી વિશેની અદ્યતન તેમજ પ્રમાણભૂત માહિતી.

અઢી કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ ગ્રંથશ્રેણી વિદેશમાં વસતા ગુજરાતી સમાજ માટે મૂલ્યવાન સંસ્કારરક્ષક જ્ઞાનસાધનની ગરજ સારે છે.

ગુજરાતી વિશ્વકોશના પ્રથમ નવ ખંડની નવસંસ્કરણ ધરાવતી, અદ્યતન માહિતી સાથે તૈયાર થયેલી બીજી આવૃત્તિમાં વિગતોનો સમાવેશ.

ગુજરાતી વિશ્વકોશ એક ઝાંખી

ભાગ 1 થી 25

1987 થી 2009 : 22 વર્ષમાં ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોનું પ્રકાશન

24,083 અધિકરણો
8,360 માનવવિદ્યા
8,083 વિજ્ઞાન
7,640 સમાજવિદ્યા
7,647 લઘુચરિત્રો
563 વ્યાપ્તિલેખો
246 અનૂદિત લેખો
11,660 ચિત્રો અને આકૃતિઓ
1,593 જેટલા લેખકો દ્વારા તૈયાર થયેલાં લખાણો
170 જેટલાં વિષયો

1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વિશ્વકોશ

ભૂમિકાખંડ 1985થી 1987 : જેમાં સમગ્ર વિશ્વકોશમાં આવરી લેનારા 169 વિષયોની સૂચિ તથા વિષયવાર વિષયનિષ્ણાતોની સમિતિ અને વિગતો આપવામાં આવી છે.

આવશ્યક સ્પષ્ટતા

1985ની બીજી ડિસેમ્બરે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના થઈ અને ગુજરાતી ભાષામાં વિશ્વકોશનું સર્જન કરવાની કામગીરીની શરૂઆત થઈ. 22 વર્ષમાં ‘અ’થી ‘હ’ સુધીના તમામ મૂળાક્ષરો ધરાવતાં ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોનું પ્રકાશન થયું. એ પછી તો વિશ્વકોશની યાત્રા વિશેષ આગળ ચાલી અને એના દ્વારા ‘બાળવિશ્વકોશ’ અને ‘પરિભાષાકોશ’ તૈયાર થયા અને ‘બૃહદ્ નાટ્યકોશ’, ‘નારીકોશ’ અને ‘વિજ્ઞાનકોશ’ જેવાં કોશ તૈયાર થઈ રહ્યાં છે. પુસ્તકો અને સામયિકના પ્રકાશન ઉપરાંત વ્યાખ્યાનશ્રેણી પણ ચાલે છે.

ગુજરાતી વિશ્વકોશનું પ્રકાશન થયા બાદ એનાં બે કે ત્રણ પુનઃસંસ્કરણ થયાં છે અને એના પુનઃસંસ્કરણમાં જરૂરી ઉમેરાઓ પણ કર્યા છે. જે તે વિશ્વકોશની રચના પછી ફરીવાર એનું પ્રકાશન થતી વેળાએ એનું પુનઃસંસ્કરણ થતાં વચ્ચે ઘણાં વર્ષોનો ગાળો વીતી જાય તે સ્વાભાવિક છે. આથી વિશ્વકોશની અહીં પ્રસ્તુત કરેલી માહિતીમાં કેટલીક માહિતી થોડા સમય અગાઉની હોય તે સ્વાભાવિક છે અને તેથી દરેક અધિકરણની ઉપર જે વર્ષમાં વિશ્વકોશનું પ્રકાશન થયું તેનું વર્ષ લખેલું છે. વિશ્વકોશના પચ્ચીસે ગ્રંથો ઑનલાઇન ઉપલબ્ધ થાય તે અમારું પહેલું કાર્ય સિદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને એ પછી વિશ્વકોશનાં જુદાં જુદાં તજ્જ્ઞો દ્વારા એમાં જરૂરી શુદ્ધિ-વૃદ્ધિ કે સંવર્ધન કરવામાં આવશે. આથી ખાસ એ વિગત પર લક્ષ આપશો કે જે વર્ષ લખ્યું છે તે વર્ષ સુધીની માહિતી ઉપલબ્ધ થશે. આ માહિતીનો આપ ઉપયોગ કરો, તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સૌજન્યનો ઉલ્લેખ કરશો.

આ સંદર્ભમાં કોઈ વિશેષ જાણકારી જોઈતી હોય તો વિશ્વકોશના ઈ-મેઇલ [email protected] પર આપ જણાવી શકો છો. આશા રાખીએ છીએ કે ગુજરાતી ભાષી વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ અને વિદ્વદ્જનો આધુનિક ઑનલાઇન સ્વરૂપે મળતી આ માહિતીની પ્રાપ્તિ વધુ સરળ અને સુલભ બનશે.

કોપીરાઈટ

આ વેબસાઈટ તથા વેબસાઈટમાં મુકાયેલ વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. આ વેબસાઈટ પર મુકાયેલ કોઈ પણ લખાણ, અધિકરણનો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી વગર ઉપયોગ કરવો નહીં.  બિનઅધિકૃત ઉપયોગ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  આ વેબસાઈટમાં કે તેના પર મુકાયેલ લખાણ કે અધિકરણમાં કોઈ પણ ઉમેરો, સુધારો કરવાની સત્તા માત્ર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની જ છે. આ વેબસાઈટ પર મુકાયેલ લખાણ કે અધિકરણનો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત ઉપયોગ કરતી વખતે ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે' તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.